- આપ ભલા તો જગ ભલા - દયા ડાકણને ખાય
- એક હાથે તાળી ન પડે - ઝાઝી સુયાણીએ વેતર વંઠે
- ઉતાવળે આંબા ન પાકે - શ્વાસ ખાઈને સો ગાઉં જવાય
- કડવું ઓસડ મા જ પાય - પારકી મા જ કાન વીંધે
- ઘરડા વિના ગાડાં ના વળે - સાઠે બુદ્ધિ નાઠી
- ચોરની ચાર અને જોનારાની બે - ચોરના પગ કાચા
- ઝાઝા હાથ રળિયામણા - ઝાઝા મળ્યા ને ખાવા ટળ્યા, ઝાઝા ગુમડે ઝાઝી વેદના
- ટીપે ટીપે સરોવર ભરાય - ટીપે ટીપે ખાલી પણ થાય
- નમે તે સૌને ગમે - નીચી બોરડી સૌ ખંખેરે
- પંચ બોલે તે પરમેશ્વર - ગામને મોઢે ગળણું ના બંધાય
- પારકે ભાણે મોટો લાડું - પારકી આશ સદા નીરાશ
- બાપ એવા બેટા વડ એવા ટેટા - દીવા નીચે અંધારું
- બુદ્ધિ આગળ બળ પાણી ભરે - બળિયાના બે ભાગ, મારે તેની તલવાર
- બોલે એના બોર વેચાય - ન બોલ્યામાં નવ ગુણ
- માંગ્યા કરતાં મરવું ભલું - માંગ્યા વિના મા પણ ન પીરસે
- દયા ધરમનું મૂળ છે - દયાની માને ડાકણ ખાય
- ધીરજનાં ફળ મીઠાં - કલ કરે સો આજ કર આજ કરે સો અબ
- રાખે શરમ એનું ફૂટે કરમ - જેણે મૂકી લાજ તેનું નાનું સરખું રાજ
- વસુ વિના નર પશુ - પૈસાને કૂતરાંય ઊંઘતા નથી
- વાડ વિના વેલો ન ચડે - આપ મુઆ વિના સ્વર્ગે ન જવાય
- વિશ્વાસે વહાણ ચાલે - વિશ્વાસ સગા બાપનોય નહિ
- હોય સાન તો જગમાં માન - સત્તા આગળ સાન નકામી
▼
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો