જય ભારત🙏
"સ્વર"થી શરૂ થતી કહેવતો
- અક્કરમીનો પડિયો કાણો: - કમનસીબ હોવું, ગમે તેટલા પ્રયત્નો છતાં સિદ્ધિ ન મળે
- અતિ લોભ તે પાપનું મૂળ :- સર્વ અનિષ્ટોનું મૂળ લોભ છે
- અધૂરો ઘડો છલકાય ઘણો :- અલ્પજ્ઞાની જ વિદ્વતાનો ડોળ કરે છે
- આડી રાત તેની શી વાત :- ભવિષ્યના પરિણામ વિષે અગાઉથી અનુમાન અયોગ્ય છે
- આડે લાકડે આડો વાઢ :- ખરાબ માણસો સાથે ખરાબ જ વર્તાવ હોવો ઘટે
- આપ ભલા તો જગ ભલા :- ભલા સાથે સૌ ભલું
- આપ સમાન બળ નહિ ને મેઘ સમાન જળ નહિ :- જાત મહેનત સર્વશ્રેષ્ઠ છે
- આભ ફાટે ત્યારે થીંગડું દેવું :- ખૂબ મુશ્કેલીઓ આવી પડવી જેનું નિરાકરણ અશક્ય હોવું
- આલ્યું વાણીયાઓને ખાધું પરાણીએ - પરિણામનો વિચાર ન કરવો
- આંગળીથી નખ વેગળા :- પારકા પોતાના ન બને
- આંધળું દળે ને કૂતરો ખાય - મુરખાની કમાણી વ્યર્થ જાય
- ઉગતા સુરજ ને સૌ નમે :- સત્તાને સૌ આધીન બનવા જાય
- ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન :- બહુ સારી વસ્તુ ન મળે ત્યાં ઓછી ખરાબ પણ સારી ગણાય, મૂર્ખ માણસ ની વચ્ચે થોડું જ્ઞાન ધરાવતો માણસ મહાન પંડિત ગણાય
- ઉતાવળે આંબા ના પાકે :- ઉતાવળ કરવાથી સારું થાય નહીં
- ઊજળું તેટલું દૂધ નહિ :- બાહ્ય દેખાવથી છેતરાવું નહિ
- ઉલમાંથી ચૂલમાં પડવું :- મુશ્કેલી દૂર કરવા જતાં મોટી મુશ્કેલીમાં મૂકાવું
- ઊંટે કર્યા ઢેકા તો માણસે કર્યા કાઠા :- એક જણ મુશ્કેલી ઊભી કરે તો બીજો માણસ તેનો ઉપાય શોધી કાઢે
- ઊના પાણીએ ઘર ન બળે - વિવેકથી કઠણ કામ લઈએ તો લાભ જ થાય
- એક કાંકરે બે પક્ષી મારવા :- એક પ્રયાસે બે કાર્યો સિદ્ધ થવા
- એક પંથ દો લાભ :- એક કામ કરતાં બે બાજુનો લાભ થવો
- એક મ્યાનમાં બે તલવાર ન સમાય :- બંને સમર્થો એક જ સ્થાને ન રહી શકે
- ઓછું પાત્રને અદકું ભણ્યો - જ્ઞાન ઓછું હોય પણ ડોળ વધારે કરે
"ક"થી શરૂ થતી કહેવતો
- કજીયાનું મૂળ હાંસી ને રોગનું મૂળ ખાંસી :- મશ્કરીમાંથી કજિયો થાય ને ઉધરસમાંથી રોગ થાય
- કજિયાનું મોં કાળું :- કંકાસથી દૂર રહેવું સારું
- કમાઉ દીકરો કુટુંબને વહાલો :- જે વ્યક્તિ ઉદ્યમ કરી ધન મેળવે છે તે સૌને પ્રિય થઈ પડે છે
- કરણી તેવી પાર ઉતરણી :- કરે તેવું પામે ને વાવે તેવું લણે
- કાગનો વાઘ કરવો - નાની વાતને મોટું સ્વરૂપ આપવું
- કાગનું બેસવું ને ડાળનું પડવું :- આકસ્મિક સંજોગોમાં પરિણામ
- કાચા કાનનું ને નહિ સાનનું - બીજાનુ સાંભળીને નિર્ણય ન કરાય
- કામ જાય ને કહેણી રહે :- અવસર પ્રમાણે ન વર્તતા પાછળથી કાયમ સાંભળવાનું થાય
- ક્યાં રાજા ભોજ ને ક્યાં ગંગુ તેલી :- બંનેના ગુણ વચ્ચે સહેજ પણ સરખામણી ન થઈ શકે
- કૂવામાં હોય તો હવાડામાં આવે :- ઘરમાં હોય તો બહાર આવે, મૂળમાં હોય તો જ બહાર આવે
- કોણી મારી કુલડું કરે તેવું - કાબેલ સમયસૂચકતા હોવું.
- કોલસાની દલાલીમાં હાથ કાળા :- દુર્જન સાથે કામ કરવાથી કલંક લાગે છે
"ખ"થી શરૂ થતી કહેવતો
- ખાટી છાશ ઉકરડે ઢોળાય - બિન ઉપયોગી ચીજવસ્તુઓનો સંગ્રહ યોગ્ય નથી.
- ખાતા ખૂટે ને પહેરતા તૂટે - વપરાતી વસ્તુને ઘસારો લાગે જ
- ખાલી ચણો વાગે ઘણો :- અલ્પજ્ઞાની જ વિદ્વતાનો ડોળ કરે છે
- ખાળે ડૂચા ને દરવાજા મોકળા :- એક રૂપિયાની ચિંગુસાઈ કરવી ને રૂપિયો વાપરતાં સહેજે પણ ન અચકાવું, પૂરતી સાવચેતી ન હોય ને સાવજ રહેવાનો ડોળ કરે
- ખેપ હાર્યા કંઈ ભવ નથી હાર્યા :- એકવાર નિષ્ફળતા મળતા નિરાશ ન થતા પુરુષાર્થ ચાલુ રાખવો
- ખોટો રૂપિયો વધારે ચળકે :- ઓછો જ્ઞાની ભારે જ્ઞાની હોવાનો દેખાવ કરે
"ગ"થી શરૂ થતી કહેવતો
- ગરથ ગાંઠે ને વિદ્યા પાઠે :- હાથમાં હોય તે ખરું કે ખપનું હોવું
- ગાજ્યા મેઘ વરસે નહિ :- બોલે તે કંઈ ન કરે
- ગાયને મોંએ ગરણું ન દેવાય :- લોકજીભ તો ગમે તે બોલે
- ગાંડાના ગામ ન વસે :- ગાંડા ગમે ત્યાં ઓળખાઈ જાય
"ઘ"થી શરૂ થતી કહેવતો
- ઘરના છોકરા ઘંટી ચાટે ને ઉપાધ્યાયને આટો :- પોતાનાને ભૂખે મારવાં ને પારકાને પોષવા
- ઘાણીનો બળદ ઠેરનો ઠેર :- પ્રગતિ કર્યા વિના, હતાં ત્યાં ને ત્યાં
- ઘા ભેગો ઘસરકો - મોટા ભેગુ નાનું દુઃખ આવવું
"ચ"થી શરૂ થતી કહેવતો
- ચઢ ચૂલા ખાઉં - જેવું બન્યું નથી કે વાપર્યું નથી.
- ચમડી તૂટે પણ દમડી ન છૂટે :- દુઃખ સહન કરે પણ ધન ન વાપરે
- ચળકે તેટલું સોનું નહિ :- બાહ્ય દેખાવથી છેતરાવું નહિ
- ચાદર જોઈને સોડ તણાય - શક્તિ પ્રમાણે ખર્ચ કરાય
- ચાલતા બળદને આળ ખોસવી :- કામ કરતા માણસને ખોટી સતામણી કરવી
- ચિંતા કરતા ચિતા ભલી :- ચિંતા મરણ કરતાય ભૂંડી
- ચોર કોટવાળને દંડે :- શઠ (હરામી) માણસ ન્યાયની વાતો કરે
- ચોરની મા કોઠીમાં મોં ઘાલી રહે :- પોતાની ભૂલ સમજાતાં મનોમન પશ્ચાતાપ અનુભવવો
"છ"થી શરૂ થતી કહેવતો
- છપ્પન વેપારીને ભારો કૂંચી :- કરવું કંઈ નહીં ને દમામ ઘણો હોય તે
- છાશ મીઠી પણ કંઈ દૂધ કહેવાય? :- ખરાબ કૃતિઓ વધારો તેટલા વધે
"જ"થી શરૂ થતી કહેવતો
- જર, જમીન ને જોરું ત્રણેય કાજિયના છોરું:- ઝવેરાત, જમીન ને પત્ની માટે જગતમાં મોટા સંઘર્ષ થાય છે
- જાગતા ની પાડી ને સૂતેલા નો પાડો :- સાવચેત માણસને બીજા કરતાં વધુ લાભ થાય
- જાગ્યા ત્યાંથી સવાર :- દોષ સમજાય કે તરત છોડવો
- જીવતો નર ભદ્રા પામે :- જીવતો માણસ ગમે ત્યારે પ્રગતિ કરે
- જે ગામ જવું નહિ તેની શી વાત? :- જે કામ ન કરવું તેની શી કથા ?
- જેવી દૃષ્ટિ તેવી સૃષ્ટિ :- જેવા પોતે તેવા બીજાં
- જેણે મૂકી લાજ તેનું નાનું સરખું રાજ :- લાજશરમ છોડનારનું કોઈ નામ ન લે
"ઝ"થી શરૂ થતી કહેવતો
- ઝાઝા હાથ રળિયામણા :- સાથે મળીને કામ કરવાથી કામ જલ્દી પુરુ થાય
"ઢ"થી શરૂ થતી કહેવતો
- ઢમ ઢોલ માંહે પોલ :- બહારથી સારા દેખાતા માણસો અંદરથી પોકળ હોય છે
- ઢેલના પગ બે દિવસ રાતા :- અલ્પજીવી હોય તેની ચમક વધુ જોવા મળે
"થ"થી શરૂ થતી કહેવતો
- થૂક્યું ગળાય નહીં - વચનનું પાલન કરવું જોઈએ
"દ"થી શરૂ થતી કહેવતો
- દગો કોઈનો દગો નહિ :- કપટ કરનારને નુકસાન થયા વિના રહેતું નથી
- દીકરીને ગાય દોરે ત્યાં જાય :- દીકરી અને ગાયને બીજાની ઈચ્છા અનુસાર જ વર્તવાનું હોય છે
- દીવા પાછળ અંધારું - વડીલ તેજસ્વી અને વારસદાર નપાવટ
- દુકાળમાં અધિક માસ :- મુશ્કેલીમાં ઉમેરો થવો
- દુઃખનું ઓસડ દહાડા :- શોક દૂર કરવાનો ઉત્તમ ઈલાજ ધીરજથી સમય પસાર કરવો તે છે
- દૂધનો દાઝ્યો છાશ ફૂંકીને પીએ :- એક વાર કડવો અનુભવ થયા પછી ખૂબ સાવચેતીપૂર્વક વર્તવું
- દોરડી બળે પણ વળ ન મૂકે :- ગમે તેટલી ઠોકર વાગે પણ માણસનો સ્વભાવ બદલાતો નથી
"ધ"થી શરૂ થતી કહેવતો
- ધોબીનો કૂતરો નહીં ઘરનો નહીં ઘાટનો :- બંને પક્ષને સારું લગાડવા જતાં સમૂળગું ફેંકાઈ જવું
"ન"થી શરૂ થતી કહેવતો
- ન બોલ્યામાં નવ ગુણ :- બોલીને વધુ ઝગડો થાય એના કરતાં ચૂપ રહેવું સારું
- નવરો નખોદ વાળે :- નવરો માણસ નુકસાન કરે
- નાક નીચું ને પેટ ઊંચું :- બીજાની ખુશામત કરીને પેટ ભરવું
- નાચવા જવું ને ઘુંઘટો તાણવો?:- જરૂરત હોય તો શરમ મૂકી દેવી
- નાદાનની દોસ્તી જીવનું જોખમ :- કમક્કલ વ્યક્તિ સાથેની મિત્રતા નુકસાનકારક છે
- નેવાનાં પાણી મોભે ના ચડે :- અશક્ય કામ સિદ્ધ ન થઈ શકે
"પ"થી શરૂ થતી કહેવતો
- પડી પટોળે ભાત ફાટે પણ ફીટે નહીં :- જેવી જાત તેવી ભાત પડે છે
- પ્રથમગ્રાસે મક્ષિકા :- શરૂઆતમાં જ અડચણ આવવી
- પળમાં મન માળવે જાય - મન બહુ ચંચળ છે.
- પાકા ઘરે કાંઠા ન ચડે :- વખત વિત્યાં બાદ પરિસ્થિતિમાં ફેરફાર ન થાય
- પાઘડીનો વળ છેડે :- કામના પરિણામથી જ કામ પરખાય
- પાંચે આંગળીઓમાં પહોંચો રૂડો :- સૌ સહકાર રાખે તો મોભીને સફળતા મળે
- પાડાના વાંકે પખાલીને ડામ :- જેનો વાંક હોય તેના બદલે બીજાને શિક્ષા કરવી
- પાણી પહેલાં પાળ બાંધવી :- અગમચેતી વાપરવી
- પાણી પાણી થઈ જવું - ખુશ ખુશ થઈ જવું
- પાણીમાં રહેવું અને મગર સાથે વેર :- જેની સત્તા હેઠળ રહેવું તેની સાથે દુશ્મનાવટ રાખવી
- પારકે ભાણે મોટા લાડુ :- પોતાના કરતાં બીજાનું સારું લાગવું
- પારકી આશ સદા નીરાશ :- બીજા ઉપરનો આધાર નકામો
- પ્રાણ અને પ્રકૃતિ સાથે જાય :- સ્વભાવ બદલવો મુશ્કેલ છે
- પેટનો બળ્યો ગામ બાળે :- પોતાનાં દુઃખે સૌને દુઃખમાં નાખે
- પ્રેમ પંથ પાવકની જ્વાળા - પ્રેમ અને ભક્તિનો માર્ગ અતિ વિકટ છે
- પોથીમાંના રીંગણાં :- મિથ્યા ઉપદેશ આપવો, કેવળ પુસ્તકિયું જ્ઞાન હોવું
- પોદળો પડે તોય ધૂળ લીધા વિના ન રહે :- ગમે તેવી પરિસ્થિતિમાં પણ લાભ શોધવો
"બ"થી શરૂ થતી કહેવતો
- બકરી આદુ ખાતા શીખી - નબળી વ્યક્તિ પણ સમય આવ્યે હોશિયાર થઈ જાય છે
- બહેરો બે વાર હસે :- અયોગ્ય રીતે પોતાની ખામી છુપાવનાર મિથ્યાભિમાની હોય છે
- બળીયાના બે ભાગ :- બળવાન વધુ લાભ મેળવે
- બાપ તેવા બેટા ને વડ તેવા ટેટા :- પુત્રનાં લક્ષણ પારણાંમાં, પિતાના લક્ષણ સંતાનમાં આવવા એ સ્વાભાવિક છે
- બાર ગાઉએ બોલી બદલાય :- અમુક અંતરે ભાષામાં ફેરફાર જણાય
- બાર હાથનું બી ને તેર હાથનું ચીભડું - અશક્ય વાત હોવી
- બે ઘરનો પરોણો ભૂખ્યો મરે :- અનિશ્ચિતતાથી દુઃખી થવાય
- બે હાથ વગર તાળી પડે નહિ :- કોઈ કામ સહકાર વિના ના બને, બીજાની મદદ જોઇએ જ
- બોલે એના બોર વેચાય :- બોલવાથી ફાયદો થાય
- બોલ્યું બહાર પઠે તે રાંધ્યું ઘરમાં વરે :- ગયેલો સમય પાછો ના આવે
"ભ"થી શરૂ થતી કહેવતો
- ભસતો કૂતરો ભાગ્યે જ કરડે :- બહુ બોલબોલ કરનાર વ્યક્તિ ભાગ્યે જ કંઇક કરી શકે
- ભણ્યો પણ ગણ્યો નહિ :- અનુભવ વગરનું માત્ર પુસ્તકીયું જ્ઞાન
- ભર્યા ભારમાં રહેવું સારું - માનમાં રહેવું
- ભાગ્યશાળીને ભૂત રળે :- નસીબદાર ઓછી મહેનત કરે તોય તેને સફળતા મળે
- ભાણે આવ્યું તે જમવું ને કર્મે આવ્યું તે વેઠવું :- પ્રારબ્ધ પ્રમાણે સુખ-દુઃખ વેઠવા જ પડે
- ભાવતું હતું ને વૈદ્યે કીધું :- પોતાને ગમતું હોય તે જ હિત કરનાર પણ સૂચવે
- ભૂખ્યો સિંહ તરણું ન ખાય :- દુઃખને પ્રસંગે પણ સ્વમાની માણસ પોતાની ટેક ન ભૂલે
- ભૂતનું ઠેકાણું આંબલી :- જેવો માણસ તેવો વાસ
- ભેંશ આગળ ભાગવત :- અણસમજુને ઉપદેશ આપવો નકામો છે
- ભેંશ ભાગોળે ને છાશ છાગોળે :- અનિશ્ચિત વસ્તુની અગાઉથી આશા બાંધવી તે
"મ"થી શરૂ થતી કહેવતો
- મન ચંગા તો કથરોટ મે ગંગા :- અંતઃકરણ પવિત્ર હોય તો યાત્રા કરવાની જરૂર નથી
- મન હોય તો માળવે જવાય :- પ્રબળ ઈચ્છા હોય તો સફળ થવાય
- મહાદેવના ગુણ પૂજારી જાણે :- જે જેના સંપર્કમાં રહેતું હોય તે તેના ગુણ વિશેષ જાણે
- માએ સવા શેર સૂંઠ ખાવી :- તાકાત હોવી
- મુખમાં રામ બગલમાં છૂરી :- દેખાવમાં સારો પણ દિલથી કપટી
- મોરનાં ઈંડા ચીતરવા ન પડે :- મા-બાપનાં લક્ષણો બાળકમાં સહજ ઉતરે
- મોર પીંછે રળિયામણો - રૂપ થકી માણસો શોભે છે.
- મોર વગડામાં નાચ્યો કોણે જાણ્યો? :- સાચી સાબિતી નો અભાવ હોય છે
"ય"થી શરૂ થતી કહેવતો
"ર"થી શરૂ થતી કહેવતો
- રખપત તો રાખપત :- જાતે સાચવીએ એટલી જ આબરૂ સચવાય
- રાત થોડી ને વેશ ઝાઝા :- સમય થોડો ને કામ વધુ
- રામ રાખે તેને કોણ ચાખે :- પ્રભુ રક્ષે તેને કોઈ નુકસાન પહોંચાડી શકે નહિ
- રાંડીપુત્તર શાહજાદા - વિધવાના છોકરા સ્વચ્છંદી થઈ જાય છે.
"લ"થી શરૂ થતી કહેવતો
- લખ્યા લેખ મિટે નહિ :- નસીબમાં લખ્યું હોય તે જ થાય
- લીલો લાલોને ભરે હરદા - એક વ્યક્તિ કંઇક કામ કરે અને બીજો ભોગવે
- લૂંટાયા પછી ભો શોં :- બધુ ગુમાવ્યા પછી ડરવું નકામું
- લોભિયા વસે ત્યાં ધુતારા ભુખે ના મરે :- લોભ કરનાર છેતરાય છે
"વ"થી શરૂ થતી કહેવતો
- વખાણી ખીચડી દાંતે વળગે - અતિ પ્રશંસા પામેલ વસ્તુ છેવટે ખરાબ નીકળે
- વર મરો, કન્યા મરો પણ ગોરનું તરભાણુ ભરો :- બીજાનું જે થવાનું હોય એ થાય પણ પોતાને તો લાભ થવો જોઈએ
- વાડ વિના વેલો ન ચઢે :- ઊંચું સ્થાન મેળવવા કોઈ મોટાની ઓથ હોવી જોઈએ
- વિનાશકાળે વિપરીત બુદ્ધિ :- વિનાશ થવાનો હોય ત્યારે બુદ્ધિ બગડે
"શ"થી શરૂ થતી કહેવતો
- શઠમ પ્રતિ શાઠ્યમ - જેવા સાથે તેવા
- શિર સલામત તો પઘડિયા બહોત :- કોઈપણ રીતે માનવી બચી જાય તો સાધન- સંપત્તિ ઘણી મળી આવે છે
"સ"થી શરૂ થતી કહેવતો
- સસ્તું ભાડું ને સિદ્ધપુરની યાત્રા :- મર્યાદિત સાધનોથી સુંદર કામ કરવું
- સંપ ત્યાં જંપ :- સંપથી શાંતિ ને સુખ મળે છે
- સુથાર નું મન બાવળિયે :- દરેક વ્યક્તિ પોતાનું હિત જ જોવે
- સૂકા ભેળું લીલુ બળે :- હલકા માણસના સંગથી સારા માણસો પણ આપત્તિનો ભોગ બને
- સૂંઠને ગાંગડે ગાંધી ન થવાય :- અલ્પ પ્રયત્નથી મોટી સિદ્ધિ પ્રાપ્ત ન થાય
- સો જોશીને એક ડોશી - અનુભવ મોટો શિક્ષક છે.
- સો ઉંદર મારીને બિલ્લી બાઈ પાટે બેઠા છે :- ખૂબ પાપો કરીને સાધુતા આચરે છે
- સોનાની કટાર પેટમાં ન મરાય - યોગ્ય વસ્તુ યોગ્ય જગ્યાએ જ શોભે
"હ"થી શરૂ થતી કહેવતો
- હસવું અને લોટ ફાકવો એ કેમ બને? : - એકી સાથે બે કામ ન થઈ શકે
- હૈયુ બાળવા કરતાં હાથ બાળવા :- કોઈની પાસે કામ કરાવી પસ્તાવા કરતા જાતે જ કરી લેવું સારું
- હોઠ સાજા તો ઉત્તર ઝાઝા :- વાણી શક્તિ હોય તો ગમે તેનો ઉપાય કરી શકાય
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો