- આપની તે રૂડી બીજાની બાપડી - વરને કોણ વખાણે તો કહે વરની મા
- એક કાંકરે બે પક્ષી મારવા - એક પંથ દો કાજ
- કીડી પર કટક - મારવો ઉંદર ને ખોદવો ડુંગર
- કૂતરાની પૂંછડી વાંકી તે વાંકી - દોરડી બળે પણ વળ ન છોડે
- કુશકા ખાંડે ચોખા ન મળે - પાણી વલોવ્યે માખણ ન નીકળે
- ખારા જળનું માછલું મીઠા જળમાં મરે - છાણનો કીડો ઘીમાં મરે
- ખાલી ચણો વાગે ઘણો - ઢમ ઢોલ માંહે પોલ, અધૂરો ઘડો છલકાય ઘણો
- ખોદે ઉંદર ને ભોગવે ભોરિંગ - રાંધે કોક ને જમે કોક
- ગઈ ગુજરી સંભાળવી નહિ - ગઈ તિથિ જોશી પણ ન વાંચે
- જમવામાં જગલો ને કૂટવામાં ભગલો - કરડે માંકડ ને માર ખાય ખાટલો
- જાગ્યા ત્યારથી સવાર - ભૂલ્યા ત્યાંથી ફેર ઘણો
- જીવતા ની ખોડ મુએ જાય - પ્રાણ અને પ્રકૃતિ સાથે જાય
- જે ન કરે વૈદ તે કરે દેવ - દવા ન કરે તે દુઆ કરે
- જેવો રાજા તેવી પ્રજા - જેવો શેઠ તેવો વાણોતર
- જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ - અન્ન તેવો ઓડકાર
- ટકાની ડોશી ને ઢબુ મુંડામણ - પાયલાની પાડી ને પૂણો ચરાઈ
- દાઝ્યા પર ડામ - પડ્યા પર પાટું, જશ પર જૂતિયા
- ધોબીનો કૂતરો નહીં ઘરનો કે નહીં ઘાટનો - બે ઘરનો પરોણો ભૂખે મરે
- નામ મોટાં ને દર્શન ખોટા - મૂછે ચોપડવા તેલ નહિ ને ડેલીએ દીવો કરે
- પાપડી ભેગી ઇયળ બફાય - સૂકા ભેગું લીલું બળે
- પીળું એટલું સોનું નહિ - ઊજળું એટલું દૂધ નહિ
- ફરે તે ચરે બાંધ્યું ભુખે મરે - હિંમતે મર્દા તો મદદે ખુદા, સેવા તેને મેવા
- બોલે એના બોર વેચાય - માંગ્યા વગર મા પણ ના પીરસે
- બોલ્યું વાયરે જાય, લખ્યું લેખે જાય - લખાણું તે વંચાણુ
- ભાગ્યશાળીને ભૂત રળે - ભરતામાં ભરાય
- મારે તેની તલવાર - બલિયાના બે ભાગ
- શક્તિ તેવી ભક્તિ - પગ જોઈને પાથરણું તાણવું
- સોટી વાગે છમછમ, વિદ્યા આવે ઘમઘમ - માર બૂધું ને કર સીધું
- રામ રાખે તેને કોણ ચાખે - અલ્લા યાર તો બેડા પાર
- રાંડ્યા પછી ડહાપણ શું કામનું ? - પાણી પીને ઘર શું પૂછવું, અવસર ચૂક્યો શાં કામનો?
- વરની મા વરને વખાણે - મારા મગન-છગન સોનાનાં, પાડોશીના પિત્તળના ને ગામના ગારાના, પોતાની માને ડાકણ કોણ કહે?
- વસુ વિના નર પશુ - નાણાં વગરનો નાથિયો ને નાણે નાથાલાલ
- વીતી હોય તે જાણે - ઘાયલના ગત ઘાયલ જાણે
- હાથના કર્યા હૈયે વાગવા - દીવો લઈને કૂવામાં પડવું
- હીરો ઘોઘે જઈ આવ્યો - વહેલા ઉઠ્યા ને ભૂલા પડ્યા
▼
બુધવાર, 13 માર્ચ, 2024
સમાનાર્થી કહેવતો
એક સમાન અર્થ ધરાવતી કહેવતો
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો