બુધવાર, 13 માર્ચ, 2024

સમાનાર્થી કહેવતો

એક સમાન અર્થ ધરાવતી કહેવતો
  1. આપની તે રૂડી બીજાની બાપડી - વરને કોણ વખાણે તો કહે વરની મા 
  2. એક કાંકરે બે પક્ષી મારવા - એક પંથ દો કાજ
  3. કીડી પર કટક - મારવો ઉંદર ને ખોદવો ડુંગર
  4. કૂતરાની પૂંછડી વાંકી તે વાંકી - દોરડી બળે પણ વળ ન છોડે
  5. કુશકા ખાંડે ચોખા ન મળે - પાણી વલોવ્યે માખણ ન નીકળે
  6. ખારા જળનું માછલું મીઠા જળમાં મરે - છાણનો કીડો ઘીમાં મરે
  7. ખાલી ચણો વાગે ઘણો - ઢમ ઢોલ માંહે પોલ, અધૂરો ઘડો છલકાય ઘણો
  8. ખોદે ઉંદર ને ભોગવે ભોરિંગ - રાંધે કોક ને જમે કોક
  9. ગઈ ગુજરી સંભાળવી નહિ - ગઈ તિથિ જોશી પણ ન વાંચે
  10. જમવામાં જગલો ને કૂટવામાં ભગલો - કરડે માંકડ ને માર ખાય ખાટલો
  11. જાગ્યા ત્યારથી સવાર - ભૂલ્યા ત્યાંથી ફેર ઘણો
  12. જીવતા ની ખોડ મુએ જાય - પ્રાણ અને પ્રકૃતિ સાથે જાય
  13. જે ન કરે વૈદ તે કરે દેવ - દવા ન કરે તે દુઆ કરે
  14. જેવો રાજા તેવી પ્રજા - જેવો શેઠ તેવો વાણોતર
  15. જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ - અન્ન તેવો ઓડકાર
  16. ટકાની ડોશી ને ઢબુ મુંડામણ - પાયલાની પાડી ને પૂણો ચરાઈ 
  17. દાઝ્યા પર ડામ - પડ્યા પર પાટું, જશ પર જૂતિયા
  18. ધોબીનો કૂતરો નહીં ઘરનો કે નહીં ઘાટનો - બે ઘરનો પરોણો ભૂખે મરે
  19. નામ મોટાં ને દર્શન ખોટા - મૂછે ચોપડવા તેલ નહિ ને ડેલીએ દીવો કરે
  20. પાપડી ભેગી ઇયળ બફાય - સૂકા ભેગું લીલું બળે
  21. પીળું એટલું સોનું નહિ - ઊજળું એટલું દૂધ નહિ
  22. ફરે તે ચરે બાંધ્યું ભુખે મરે - હિંમતે મર્દા તો મદદે ખુદા, સેવા તેને મેવા
  23. બોલે એના બોર વેચાય - માંગ્યા વગર મા પણ ના પીરસે
  24. બોલ્યું વાયરે જાય, લખ્યું લેખે જાય - લખાણું તે વંચાણુ
  25. ભાગ્યશાળીને ભૂત રળે - ભરતામાં ભરાય
  26. મારે તેની તલવાર - બલિયાના બે ભાગ
  27. શક્તિ તેવી ભક્તિ - પગ જોઈને પાથરણું તાણવું 
  28. સોટી વાગે છમછમ, વિદ્યા આવે ઘમઘમ - માર બૂધું ને કર સીધું
  29. રામ રાખે તેને કોણ ચાખે - અલ્લા યાર તો બેડા પાર
  30. રાંડ્યા પછી ડહાપણ શું કામનું ? - પાણી પીને ઘર શું પૂછવું, અવસર ચૂક્યો શાં કામનો?
  31. વરની મા વરને વખાણે - મારા મગન-છગન સોનાનાં, પાડોશીના પિત્તળના ને ગામના ગારાના, પોતાની માને ડાકણ કોણ કહે?
  32. વસુ વિના નર પશુ - નાણાં વગરનો નાથિયો ને નાણે નાથાલાલ
  33. વીતી હોય તે જાણે - ઘાયલના ગત ઘાયલ જાણે
  34. હાથના કર્યા હૈયે વાગવા - દીવો લઈને કૂવામાં પડવું
  35. હીરો ઘોઘે જઈ આવ્યો - વહેલા ઉઠ્યા ને ભૂલા પડ્યા

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સમાનાર્થી કહેવતો

એક સમાન અર્થ ધરાવતી કહેવતો આપની તે રૂડી બીજાની બાપડી - વરને કોણ વખાણે તો કહે વરની મા  એક કાંકરે બે પક્ષી મારવા - એક પંથ દો કાજ કીડી પર કટક -...