બુધવાર, 12 ઑક્ટોબર, 2022

વિરુધાર્થી કહેવતો

  1. આપ ભલા તો જગ ભલા - દયા ડાકણને ખાય
  2.  એક હાથે તાળી ન પડે - ઝાઝી સુયાણીએ વેતર વંઠે
  3. ઉતાવળે આંબા ન પાકે - શ્વાસ ખાઈને સો ગાઉં જવાય
  4. કડવું ઓસડ મા જ પાય - પારકી મા જ કાન વીંધે
  5. ઘરડા વિના ગાડાં ના વળે - સાઠે બુદ્ધિ નાઠી
  6. ચોરની ચાર અને જોનારાની બે - ચોરના પગ કાચા
  7. ઝાઝા હાથ રળિયામણા - ઝાઝા મળ્યા ને ખાવા ટળ્યા, ઝાઝા ગુમડે ઝાઝી વેદના
  8. ટીપે ટીપે સરોવર ભરાય - ટીપે ટીપે ખાલી પણ થાય
  9. નમે તે સૌને ગમે - નીચી બોરડી સૌ ખંખેરે
  10. પંચ બોલે તે પરમેશ્વર - ગામને મોઢે ગળણું ના બંધાય
  11. પારકે ભાણે મોટો લાડું - પારકી આશ સદા નીરાશ
  12. બાપ એવા બેટા વડ એવા ટેટા - દીવા નીચે અંધારું
  13. બુદ્ધિ આગળ બળ પાણી ભરે - બળિયાના બે ભાગ, મારે તેની તલવાર
  14. બોલે એના બોર વેચાય - ન બોલ્યામાં નવ ગુણ
  15. માંગ્યા કરતાં મરવું ભલું - માંગ્યા વિના મા પણ ન પીરસે
  16. દયા ધરમનું મૂળ છે - દયાની માને ડાકણ ખાય
  17. ધીરજનાં ફળ મીઠાં - કલ કરે સો આજ કર આજ કરે સો અબ
  18. રાખે શરમ એનું ફૂટે કરમ - જેણે મૂકી લાજ તેનું નાનું સરખું રાજ
  19. વસુ વિના નર પશુ - પૈસાને  કૂતરાંય ઊંઘતા નથી
  20. વાડ વિના વેલો ન ચડે - આપ મુઆ વિના સ્વર્ગે ન જવાય
  21. વિશ્વાસે વહાણ ચાલે - વિશ્વાસ સગા બાપનોય નહિ
  22. હોય સાન તો જગમાં માન - સત્તા આગળ સાન નકામી

બુધવાર, 5 ઑક્ટોબર, 2022

ગુજરાતી કહેવતો અને તેનો અર્થ

અહીં તમને કક્કાવાર result મળી રહેશે.
જય ભારત🙏


"સ્વર"થી શરૂ થતી કહેવતો
  1. અક્કરમીનો પડિયો કાણો: - કમનસીબ હોવું, ગમે તેટલા પ્રયત્નો છતાં સિદ્ધિ ન મળે
  2. અતિ લોભ તે પાપનું મૂળ :- સર્વ અનિષ્ટોનું મૂળ લોભ છે
  3. અધૂરો ઘડો છલકાય ઘણો :- અલ્પજ્ઞાની જ વિદ્વતાનો ડોળ કરે છે
  4. આડી રાત તેની શી વાત :- ભવિષ્યના પરિણામ વિષે અગાઉથી અનુમાન અયોગ્ય છે
  5. આડે લાકડે આડો વાઢ :- ખરાબ માણસો સાથે ખરાબ જ વર્તાવ હોવો ઘટે
  6. આપ ભલા તો જગ ભલા :- ભલા સાથે સૌ ભલું
  7. આપ સમાન બળ નહિ ને મેઘ સમાન જળ નહિ :- જાત મહેનત સર્વશ્રેષ્ઠ છે
  8. આભ ફાટે ત્યારે થીંગડું દેવું :- ખૂબ મુશ્કેલીઓ આવી પડવી જેનું નિરાકરણ અશક્ય હોવું
  9. આલ્યું વાણીયાઓને ખાધું પરાણીએ - પરિણામનો વિચાર ન કરવો
  10. આંગળીથી નખ વેગળા :- પારકા પોતાના ન બને
  11. આંધળું દળે ને કૂતરો ખાય - મુરખાની કમાણી વ્યર્થ જાય
  12. ઉગતા સુરજ ને સૌ નમે :- સત્તાને સૌ આધીન બનવા જાય
  13. ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન :- બહુ સારી વસ્તુ ન મળે ત્યાં ઓછી ખરાબ પણ સારી ગણાય, મૂર્ખ માણસ ની વચ્ચે થોડું જ્ઞાન ધરાવતો માણસ મહાન પંડિત ગણાય
  14. ઉતાવળે આંબા ના પાકે :- ઉતાવળ કરવાથી સારું થાય નહીં 
  15. ઊજળું તેટલું દૂધ નહિ :- બાહ્ય દેખાવથી છેતરાવું નહિ
  16. ઉલમાંથી ચૂલમાં પડવું :- મુશ્કેલી દૂર કરવા જતાં મોટી મુશ્કેલીમાં મૂકાવું
  17. ઊંટે કર્યા ઢેકા તો માણસે કર્યા કાઠા :- એક જણ મુશ્કેલી ઊભી કરે તો બીજો માણસ તેનો ઉપાય શોધી કાઢે
  18. ઊના પાણીએ ઘર ન બળે - વિવેકથી કઠણ કામ લઈએ તો લાભ જ થાય
  19. એક કાંકરે બે પક્ષી મારવા :- એક પ્રયાસે બે કાર્યો સિદ્ધ થવા
  20. એક પંથ દો લાભ :- એક કામ કરતાં બે બાજુનો લાભ થવો
  21. એક મ્યાનમાં બે તલવાર ન સમાય :- બંને સમર્થો એક જ સ્થાને ન રહી શકે
  22. ઓછું પાત્રને અદકું ભણ્યો - જ્ઞાન ઓછું હોય પણ ડોળ વધારે કરે
"ક"થી શરૂ થતી કહેવતો
  1. કજીયાનું મૂળ હાંસી ને રોગનું મૂળ ખાંસી :- મશ્કરીમાંથી કજિયો થાય ને ઉધરસમાંથી રોગ થાય
  2. કજિયાનું મોં કાળું :- કંકાસથી દૂર રહેવું સારું
  3. કમાઉ દીકરો કુટુંબને વહાલો :- જે વ્યક્તિ ઉદ્યમ કરી ધન મેળવે છે તે સૌને પ્રિય થઈ પડે છે
  4. કરણી તેવી પાર ઉતરણી :- કરે તેવું પામે ને વાવે તેવું લણે 
  5. કાગનો વાઘ કરવો - નાની વાતને મોટું સ્વરૂપ આપવું
  6. કાગનું બેસવું ને ડાળનું પડવું :- આકસ્મિક સંજોગોમાં પરિણામ
  7. કાચા કાનનું ને નહિ સાનનું - બીજાનુ સાંભળીને નિર્ણય ન કરાય
  8. કામ જાય ને કહેણી રહે :- અવસર પ્રમાણે ન વર્તતા પાછળથી કાયમ સાંભળવાનું થાય
  9. ક્યાં રાજા ભોજ ને ક્યાં ગંગુ તેલી :- બંનેના ગુણ વચ્ચે સહેજ પણ સરખામણી ન થઈ શકે
  10. કૂવામાં હોય તો હવાડામાં આવે :- ઘરમાં હોય તો બહાર આવે, મૂળમાં હોય તો જ બહાર આવે
  11. કોણી મારી કુલડું કરે તેવું - કાબેલ સમયસૂચકતા હોવું.
  12. કોલસાની દલાલીમાં હાથ કાળા :- દુર્જન સાથે કામ કરવાથી કલંક લાગે છે
"ખ"થી શરૂ થતી કહેવતો
  1. ખાટી છાશ ઉકરડે ઢોળાય - બિન ઉપયોગી ચીજવસ્તુઓનો સંગ્રહ યોગ્ય નથી.
  2. ખાતા ખૂટે ને પહેરતા તૂટે - વપરાતી વસ્તુને ઘસારો લાગે જ 
  3. ખાલી ચણો વાગે ઘણો :- અલ્પજ્ઞાની જ વિદ્વતાનો ડોળ કરે છે
  4. ખાળે ડૂચા ને દરવાજા મોકળા :- એક રૂપિયાની ચિંગુસાઈ કરવી ને રૂપિયો વાપરતાં સહેજે પણ ન અચકાવું, પૂરતી સાવચેતી ન હોય ને સાવજ રહેવાનો ડોળ કરે
  5. ખેપ હાર્યા કંઈ ભવ નથી હાર્યા :- એકવાર નિષ્ફળતા મળતા નિરાશ ન થતા પુરુષાર્થ ચાલુ રાખવો
  6. ખોટો રૂપિયો વધારે ચળકે :- ઓછો જ્ઞાની ભારે જ્ઞાની હોવાનો દેખાવ કરે 
"ગ"થી શરૂ થતી કહેવતો
  1. ગરથ ગાંઠે ને વિદ્યા પાઠે :- હાથમાં હોય તે ખરું કે ખપનું હોવું
  2. ગાજ્યા મેઘ વરસે નહિ :- બોલે તે કંઈ ન કરે
  3. ગાયને મોંએ ગરણું ન દેવાય :- લોકજીભ તો ગમે તે બોલે
  4. ગાંડાના ગામ ન વસે :- ગાંડા ગમે ત્યાં ઓળખાઈ જાય
"ઘ"થી શરૂ થતી કહેવતો
  1. ઘરના છોકરા ઘંટી ચાટે ને ઉપાધ્યાયને આટો :- પોતાનાને ભૂખે મારવાં ને પારકાને પોષવા
  2. ઘાણીનો બળદ ઠેરનો ઠેર :- પ્રગતિ કર્યા વિના, હતાં ત્યાં ને ત્યાં
  3. ઘા ભેગો ઘસરકો - મોટા ભેગુ નાનું દુઃખ આવવું
"ચ"થી શરૂ થતી કહેવતો
  1. ચઢ ચૂલા ખાઉં - જેવું બન્યું નથી કે વાપર્યું નથી.
  2. ચમડી તૂટે પણ દમડી ન છૂટે :- દુઃખ સહન કરે પણ ધન ન વાપરે
  3. ચળકે તેટલું સોનું નહિ :- બાહ્ય દેખાવથી છેતરાવું નહિ
  4. ચાદર જોઈને સોડ તણાય - શક્તિ પ્રમાણે ખર્ચ કરાય
  5. ચાલતા બળદને આળ ખોસવી :- કામ કરતા માણસને ખોટી સતામણી કરવી
  6. ચિંતા કરતા ચિતા ભલી :- ચિંતા મરણ કરતાય ભૂંડી
  7. ચોર કોટવાળને દંડે :- શઠ (હરામી) માણસ ન્યાયની વાતો કરે
  8. ચોરની મા કોઠીમાં મોં ઘાલી રહે :- પોતાની ભૂલ સમજાતાં મનોમન પશ્ચાતાપ અનુભવવો 
"છ"થી શરૂ થતી કહેવતો
  1. છપ્પન વેપારીને ભારો કૂંચી :- કરવું કંઈ નહીં ને દમામ ઘણો હોય તે
  2. છાશ મીઠી પણ કંઈ દૂધ કહેવાય? :- ખરાબ કૃતિઓ વધારો તેટલા વધે
"જ"થી શરૂ થતી કહેવતો
  1. જર, જમીન ને જોરું ત્રણેય કાજિયના છોરું:- ઝવેરાત, જમીન ને પત્ની માટે જગતમાં મોટા સંઘર્ષ થાય છે
  2. જાગતા ની પાડી ને સૂતેલા નો પાડો :- સાવચેત માણસને બીજા કરતાં વધુ લાભ થાય
  3. જાગ્યા ત્યાંથી સવાર :- દોષ સમજાય કે તરત છોડવો
  4. જીવતો નર ભદ્રા પામે :- જીવતો માણસ ગમે ત્યારે પ્રગતિ કરે
  5. જે ગામ જવું નહિ તેની શી વાત? :- જે કામ ન કરવું તેની શી કથા ?
  6. જેવી દૃષ્ટિ તેવી સૃષ્ટિ :- જેવા પોતે તેવા બીજાં
  7. જેણે મૂકી લાજ તેનું નાનું સરખું રાજ :- લાજશરમ છોડનારનું કોઈ નામ ન લે
"ઝ"થી શરૂ થતી કહેવતો
  1. ઝાઝા હાથ રળિયામણા :- સાથે મળીને કામ કરવાથી કામ જલ્દી પુરુ થાય
"ઢ"થી શરૂ થતી કહેવતો
  1. ઢમ ઢોલ માંહે પોલ :- બહારથી સારા દેખાતા માણસો અંદરથી પોકળ હોય છે
  2. ઢેલના પગ બે દિવસ રાતા :- અલ્પજીવી હોય તેની ચમક વધુ જોવા મળે
"થ"થી શરૂ થતી કહેવતો
  1. થૂક્યું ગળાય નહીં - વચનનું પાલન કરવું જોઈએ
"દ"થી શરૂ થતી કહેવતો
  1. દગો કોઈનો દગો નહિ :- કપટ કરનારને નુકસાન થયા વિના રહેતું નથી
  2. દીકરીને ગાય દોરે ત્યાં જાય :- દીકરી અને ગાયને બીજાની ઈચ્છા અનુસાર જ વર્તવાનું હોય છે
  3. દીવા પાછળ અંધારું - વડીલ તેજસ્વી અને વારસદાર નપાવટ
  4. દુકાળમાં અધિક માસ :- મુશ્કેલીમાં ઉમેરો થવો
  5. દુઃખનું ઓસડ દહાડા :- શોક દૂર કરવાનો ઉત્તમ ઈલાજ ધીરજથી સમય પસાર કરવો તે છે
  6. દૂધનો દાઝ્યો છાશ ફૂંકીને પીએ :- એક વાર કડવો અનુભવ થયા પછી ખૂબ સાવચેતીપૂર્વક વર્તવું
  7. દોરડી બળે પણ વળ ન મૂકે :- ગમે તેટલી ઠોકર વાગે પણ માણસનો સ્વભાવ બદલાતો નથી
"ધ"થી શરૂ થતી કહેવતો
  1. ધોબીનો કૂતરો નહીં ઘરનો નહીં ઘાટનો :- બંને પક્ષને સારું લગાડવા જતાં સમૂળગું ફેંકાઈ જવું
"ન"થી શરૂ થતી કહેવતો
  1. ન બોલ્યામાં નવ ગુણ :- બોલીને વધુ ઝગડો થાય એના કરતાં ચૂપ રહેવું સારું
  2. નવરો નખોદ વાળે :- નવરો માણસ નુકસાન કરે
  3. નાક નીચું ને પેટ ઊંચું :- બીજાની ખુશામત કરીને પેટ ભરવું
  4. નાચવા જવું ને ઘુંઘટો તાણવો?:- જરૂરત હોય તો શરમ મૂકી દેવી
  5. નાદાનની દોસ્તી જીવનું જોખમ :- કમક્કલ વ્યક્તિ સાથેની મિત્રતા નુકસાનકારક છે
  6. નેવાનાં પાણી મોભે ના ચડે :- અશક્ય કામ સિદ્ધ ન થઈ શકે
"પ"થી શરૂ થતી કહેવતો
  1. પડી પટોળે ભાત ફાટે પણ ફીટે નહીં :- જેવી જાત તેવી ભાત પડે છે
  2. પ્રથમગ્રાસે મક્ષિકા :- શરૂઆતમાં જ અડચણ આવવી
  3. પળમાં મન માળવે જાય - મન બહુ ચંચળ છે.
  4. પાકા ઘરે કાંઠા ન ચડે :- વખત વિત્યાં બાદ પરિસ્થિતિમાં ફેરફાર ન થાય
  5. પાઘડીનો વળ છેડે :- કામના પરિણામથી જ કામ પરખાય
  6. પાંચે આંગળીઓમાં પહોંચો રૂડો :- સૌ સહકાર રાખે તો મોભીને સફળતા મળે
  7. પાડાના વાંકે પખાલીને ડામ :- જેનો વાંક હોય તેના બદલે બીજાને શિક્ષા કરવી
  8. પાણી પહેલાં પાળ બાંધવી :- અગમચેતી વાપરવી
  9. પાણી પાણી થઈ જવું - ખુશ ખુશ થઈ જવું
  10. પાણીમાં રહેવું અને મગર સાથે વેર :- જેની સત્તા હેઠળ રહેવું તેની સાથે દુશ્મનાવટ રાખવી 
  11. પારકે ભાણે મોટા લાડુ :- પોતાના કરતાં બીજાનું સારું લાગવું
  12. પારકી આશ સદા નીરાશ :- બીજા ઉપરનો આધાર નકામો
  13. પ્રાણ અને પ્રકૃતિ સાથે જાય :- સ્વભાવ બદલવો મુશ્કેલ છે
  14. પેટનો બળ્યો ગામ બાળે :- પોતાનાં દુઃખે સૌને દુઃખમાં નાખે
  15. પ્રેમ પંથ પાવકની જ્વાળા - પ્રેમ અને ભક્તિનો માર્ગ અતિ વિકટ છે
  16. પોથીમાંના રીંગણાં :- મિથ્યા ઉપદેશ આપવો, કેવળ પુસ્તકિયું જ્ઞાન હોવું
  17. પોદળો પડે તોય ધૂળ લીધા વિના ન રહે :- ગમે તેવી પરિસ્થિતિમાં પણ લાભ શોધવો
"બ"થી શરૂ થતી કહેવતો

  1. બકરી આદુ ખાતા શીખી - નબળી વ્યક્તિ પણ સમય આવ્યે હોશિયાર થઈ જાય છે
  2. બહેરો બે વાર હસે :- અયોગ્ય રીતે પોતાની ખામી છુપાવનાર મિથ્યાભિમાની હોય છે
  3. બળીયાના બે ભાગ :- બળવાન વધુ લાભ મેળવે
  4. બાપ તેવા બેટા ને વડ તેવા ટેટા :- પુત્રનાં લક્ષણ પારણાંમાં, પિતાના લક્ષણ સંતાનમાં આવવા એ સ્વાભાવિક છે
  5. બાર ગાઉએ બોલી બદલાય :- અમુક અંતરે ભાષામાં ફેરફાર જણાય
  6. બાર હાથનું બી ને તેર હાથનું ચીભડું - અશક્ય વાત હોવી 
  7. બે ઘરનો પરોણો ભૂખ્યો મરે :- અનિશ્ચિતતાથી દુઃખી થવાય
  8. બે હાથ વગર તાળી પડે નહિ :- કોઈ કામ સહકાર વિના ના બને, બીજાની મદદ જોઇએ જ 
  9. બોલે એના બોર વેચાય :- બોલવાથી ફાયદો થાય
  10. બોલ્યું બહાર પઠે તે રાંધ્યું ઘરમાં વરે :- ગયેલો સમય પાછો ના આવે
"ભ"થી શરૂ થતી કહેવતો
  1. ભસતો કૂતરો ભાગ્યે જ કરડે :- બહુ બોલબોલ કરનાર વ્યક્તિ ભાગ્યે જ કંઇક કરી શકે
  2. ભણ્યો પણ ગણ્યો નહિ :- અનુભવ વગરનું માત્ર પુસ્તકીયું જ્ઞાન
  3. ભર્યા ભારમાં રહેવું સારું - માનમાં રહેવું
  4. ભાગ્યશાળીને ભૂત રળે :- નસીબદાર ઓછી મહેનત કરે તોય તેને સફળતા મળે
  5. ભાણે આવ્યું તે જમવું ને કર્મે આવ્યું તે વેઠવું :- પ્રારબ્ધ પ્રમાણે સુખ-દુઃખ વેઠવા જ પડે
  6. ભાવતું હતું ને વૈદ્યે કીધું :- પોતાને ગમતું હોય તે જ હિત કરનાર પણ સૂચવે
  7. ભૂખ્યો સિંહ તરણું ન ખાય :- દુઃખને પ્રસંગે પણ સ્વમાની માણસ પોતાની ટેક ન ભૂલે
  8. ભૂતનું ઠેકાણું આંબલી :- જેવો માણસ તેવો વાસ 
  9. ભેંશ આગળ ભાગવત :- અણસમજુને ઉપદેશ આપવો નકામો છે
  10. ભેંશ ભાગોળે ને છાશ છાગોળે :- અનિશ્ચિત વસ્તુની અગાઉથી આશા બાંધવી તે
"મ"થી શરૂ થતી કહેવતો
  1. મન ચંગા તો કથરોટ મે ગંગા :- અંતઃકરણ પવિત્ર હોય તો યાત્રા કરવાની જરૂર નથી
  2. મન હોય તો માળવે જવાય :- પ્રબળ ઈચ્છા હોય તો સફળ થવાય
  3. મહાદેવના ગુણ પૂજારી જાણે :- જે જેના સંપર્કમાં રહેતું હોય તે તેના ગુણ વિશેષ જાણે
  4. માએ સવા શેર સૂંઠ ખાવી :- તાકાત હોવી
  5. મુખમાં રામ બગલમાં છૂરી :- દેખાવમાં સારો પણ દિલથી કપટી
  6. મોરનાં ઈંડા ચીતરવા ન પડે :- મા-બાપનાં લક્ષણો બાળકમાં સહજ ઉતરે
  7. મોર પીંછે રળિયામણો - રૂપ થકી માણસો શોભે છે.
  8. મોર વગડામાં નાચ્યો કોણે જાણ્યો? :- સાચી સાબિતી નો અભાવ હોય છે
"ય"થી શરૂ થતી કહેવતો
"ર"થી શરૂ થતી કહેવતો
  1. રખપત તો રાખપત :- જાતે સાચવીએ એટલી જ આબરૂ સચવાય
  2. રાત થોડી ને વેશ ઝાઝા :- સમય થોડો ને કામ વધુ 
  3. રામ રાખે તેને કોણ ચાખે :- પ્રભુ રક્ષે તેને કોઈ નુકસાન પહોંચાડી શકે નહિ
  4. રાંડીપુત્તર શાહજાદા - વિધવાના છોકરા સ્વચ્છંદી થઈ જાય છે.
"લ"થી શરૂ થતી કહેવતો
  1. લખ્યા લેખ મિટે નહિ :- નસીબમાં લખ્યું હોય તે જ થાય
  2. લીલો લાલોને ભરે હરદા - એક વ્યક્તિ કંઇક કામ કરે અને બીજો ભોગવે
  3. લૂંટાયા પછી ભો શોં :- બધુ ગુમાવ્યા પછી ડરવું નકામું
  4. લોભિયા વસે ત્યાં ધુતારા ભુખે ના મરે :- લોભ કરનાર છેતરાય છે
"વ"થી શરૂ થતી કહેવતો
  1. વખાણી ખીચડી દાંતે વળગે - અતિ પ્રશંસા પામેલ વસ્તુ છેવટે ખરાબ નીકળે
  2. વર મરો, કન્યા મરો પણ ગોરનું તરભાણુ ભરો :- બીજાનું જે થવાનું હોય એ થાય પણ પોતાને તો લાભ થવો જોઈએ
  3. વાડ વિના વેલો ન ચઢે :- ઊંચું સ્થાન મેળવવા કોઈ મોટાની ઓથ હોવી જોઈએ
  4. વિનાશકાળે વિપરીત બુદ્ધિ :- વિનાશ થવાનો હોય ત્યારે બુદ્ધિ બગડે
"શ"થી શરૂ થતી કહેવતો
  1. શઠમ પ્રતિ શાઠ્યમ - જેવા સાથે તેવા
  2. શિર સલામત તો પઘડિયા બહોત :- કોઈપણ રીતે માનવી બચી જાય તો સાધન- સંપત્તિ ઘણી મળી આવે છે
"સ"થી શરૂ થતી કહેવતો
  1. સસ્તું ભાડું ને સિદ્ધપુરની યાત્રા :- મર્યાદિત સાધનોથી સુંદર કામ કરવું
  2. સંપ ત્યાં જંપ :- સંપથી શાંતિ ને સુખ મળે છે
  3. સુથાર નું મન બાવળિયે :- દરેક વ્યક્તિ પોતાનું હિત જ જોવે
  4. સૂકા ભેળું લીલુ બળે :- હલકા માણસના સંગથી સારા માણસો પણ આપત્તિનો ભોગ બને
  5. સૂંઠને ગાંગડે ગાંધી ન થવાય :- અલ્પ પ્રયત્નથી મોટી સિદ્ધિ પ્રાપ્ત ન થાય
  6. સો જોશીને એક ડોશી - અનુભવ મોટો શિક્ષક છે.
  7. સો ઉંદર મારીને બિલ્લી બાઈ પાટે બેઠા છે :- ખૂબ પાપો કરીને સાધુતા આચરે છે
  8. સોનાની કટાર પેટમાં ન મરાય - યોગ્ય વસ્તુ યોગ્ય જગ્યાએ જ શોભે
"હ"થી શરૂ થતી કહેવતો
  1. હસવું અને લોટ ફાકવો એ કેમ બને? : - એકી સાથે બે કામ ન થઈ શકે
  2. હૈયુ બાળવા કરતાં હાથ બાળવા :- કોઈની પાસે કામ કરાવી પસ્તાવા કરતા જાતે જ કરી લેવું સારું
  3. હોઠ સાજા તો ઉત્તર ઝાઝા :- વાણી શક્તિ હોય તો ગમે તેનો ઉપાય કરી શકાય

સમાનાર્થી કહેવતો

એક સમાન અર્થ ધરાવતી કહેવતો આપની તે રૂડી બીજાની બાપડી - વરને કોણ વખાણે તો કહે વરની મા  એક કાંકરે બે પક્ષી મારવા - એક પંથ દો કાજ કીડી પર કટક -...